Thursday, February 18, 2016

Book Review

પુસ્તકની બાહ્ય સમીક્ષા

શીર્ષક : વર્ડપ્રેસની મદદથી સ્વયં તમારી વેબસાઈટ બનાવો આવરણ: આ પુસ્તક વર્ડપ્રેસ એકેડેમી દ્વારા અંગ્રેજીમાં બહાર પાડવામાં આવ્યું છે તેણે માર્ક બેનેટ્યુ દ્વારા લખવામાં આવ્યું છે અને તેના પર વર્ડપ્રેસ નો સિમ્બોલ છે જે દર્શાવે છેકે આ પુસ્તક વર્ડપ્રેસ વિષેની માહિતી ધરાવે છે અને તેનું ટાઈટલ તેણે યથાર્થ બનાવે છે. આ એક ઈ-પુસ્તક છે , જે અક્ષરનાદ નામના બ્લોગ પરથી ડાઉનલોડ કરી શકાય છે. લેખક : માર્ક બેનેટ્યુ એક વેબસાઈટ ડેવેલોપર, પ્રશિક્ષક , ઈન્ટરનેટ માર્કેટર અને સાહસીક છે. તે અમેરિકા નાં ફિલાડેલ્ફિયામાં રહે છે અને પ્રભાવશાળી વેબસાઈટ બનાવા અંગે તે શીખવે છે. ભાષાંતરિત કરનાર : જીજ્ઞેશ અધ્યારૂ એક સિવિલ ઇજનેર છે અને ગુજરાતી બ્લોગ નાં શોખ ને કરને અક્ષરનાદ નામની ગુજરાતી વેબસાઈટ સંચાલિત કરે છે. વર્ડપ્રેસની મદદ થી ધંધાકીય વેબસાઈટ નિર્માણ માં તેમને પ્રવેશ કર્યો છે. પ્રકાશક : વર્ડપ્રેસ એકેડેમી (અંગ્રેજીમાં ) અને અક્ષરનાદ.કોમ (ગુજરાતી) વિજાણું પત્રનું સરનામું : adhyaru19@gmail.com પ્રાપ્તિ સ્થાન : www.aksharnaad.com પાના ની સંખ્યા : ૩૩ ગ્રંથ નું કદ : ક્રાઉન ૭ * ૪.૫

પુસ્તકની આંતરિક સમીક્ષા

ગ્રંથ નો હેતુ : આ ગ્રંથ નો હેતુ વાચક ને વર્ડપ્રેસ માં વેબસાઈટ બનાવા માટે નાં પ્રશિક્ષણ અંગે નો છે. તેમજ વેબસાઈટ કઈ રીતે બનાવવી અને તેણે કઈરીતે પ્રભાવશાળી બનાવવી તેની તલસ્પર્શી માહિતી થી તરબોળ આ પુસ્તક વર્ડપ્રેસ એકેડેમી દ્વારા અંગ્રેજી ભાષા માં બહાર પાડવા માં આવ્યું છે અને આ પુસ્તક માં સમાવિષ્ટ પ્રકરણો એ મૂળ પુસ્તક નાં પ્રથમ બે વિભાગ આ ગુજરાતી પુસ્તક માં સમાવિષ્ટ છે .

ગ્રંથ ની વિષયવસ્તુ : આ પુસ્તક માં સમાવિષ્ટ મુદ્દાઓ નીચે મુજબ છે , જે ને લેખકે ગુજરાતી ભાષા માં ભાષાંતર કરતી વખતે પણ તેની ટેકનીકલ ભાષામાં સરળ બનાવી ને ખુબજ સારી રીતે ભાષાંતરિત કર્યા છે.  વર્ડપ્રેસ વેબહોસ્ટીંગ વિકલ્પો  મુખ્ય વિભાવના અને અભિગમ – સાઈટનાં મૂળ ઘટક તત્વો તથા યોજના  થીમ પસંદગી અને તમારી પસંદગી માટેના વિકલ્પો  ધંધાકીય વેબસાઈટ માટે વર્ડપ્રેસની રૂપરેખા ઘડવી  પોસ્ટ , પેજ અને લિંક વિશેની સમજણ  સાઈડબાર અને વીજગેટ વાપરવા  વિષયવસ્તુ નું સર્જન – વર્ડપ્રેસ બિલ્ટઈન વિઝુઅલ એડીટર  પ્લગઈન ઉમેરવા અને સુચવેલા પ્લગઈનનો સમૂહ  મૂળ થીમ , વિશેષ શૈલી , રૂપરેખા તથા ગોઠવણ  વિન્ડોઝ લાઈવ રાઈટર અને બ્લોગ સાથે વિષયવસ્તુનું સર્જન

1 comment: